HomeMorbiવાંકાનેરના ઢુંવા નજીક સગીરને ગળામાં દુખાવો ઉપડતા મોત

વાંકાનેરના ઢુંવા નજીક સગીરને ગળામાં દુખાવો ઉપડતા મોત

વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલા સ્કોવેર સનેટરીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના લાખણકા ગામના વતની રાકેશ રાજુભાઈ સોલંકી (ઉ.વ.15) નામના સગીરને ગત તા.6ના રોજ રાત્રે ગળામાં દુખાવો ઉપડતા મકનસર પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા હતા.

જો કે, બાદમાં ઘેર આવી ગયા હતા પરંતુ, બાદમાં ફરીથી દુખાવો થતા મોરબીની ખાનગી અને બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular