ગઈકાલે વહેલી સવારે રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા ગામે આવેલા ઓવરબ્રિજ પરથી કૂદકો મારી જબલપુર ગામના આધેડ મહિલાએ આપઘાત કરી લેતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા ભાવનાબેન હસમુખભાઈ કગથરા (ઉ.વ.52) નામની મહિલાએ ગઈકાલે વહેલી સવારે ટંકારાની લતીપર ચોકડી ખાતે આવેલા ઓબરબ્રિજ પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો.
મૃતક મહિલાના પુત્ર ડોકટર હોવાનું સામે આવ્યું છે. તો મહિલાએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હજુ વણઉકેલ્યું છે.
આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.




