HomeMorbiHalvadહળવદના દેવળીયા ગામે યુવક અને સગીરાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

હળવદના દેવળીયા ગામે યુવક અને સગીરાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલી નારાયણભાઈ પટેલની વાડીએ કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લઈ યુવક અને સગીરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ વડોદરાના વતની અને હાલ હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં આવેલ નારાયણભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહેતા વિપુલકુમાર મુકેશભાઈ નાયકા (ઉ.વ.24) તથા રીયાબેન પુનમભાઇ તડવી (ઉ.વ.17) આ બંનેએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ આવેલી મકાનની છતની લોખંડની અંગેલ સાથે દુપટ્ટો બાંધી એકસાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંન્નેના મોત નિપજ્યા હતા.

આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular