HomeMorbiમોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે
મોરબી તાલુકાના બેલા ગામથી અજાણ્યા પુરુષની લાશ મળી આવેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેલા ગામની સીમમાં સ્માર્ટી ગોડાઉન કારખાનાની બાજુમાં જાહેરમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ ના રોજ મળી આવ્યો છે. જેની ઉંમર આશરે 30 થી 3૫ વર્ષની છે અને મરણ પામનાર પુરુષએ કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી કામગીરી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે મોકલાવેલ છે. મોરબી સરકારી હોસ્પિટલમાં લાશનું પોસ્ટમોર્ટમ તારીખ ૧૨/૦૯/૨૦૨૬ ના દિવસે કરાયું છે. તેમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યું છે.