HomeGujaratમોરબીના સનાતન યુવા ગ્રુપ દ્વારા જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ફાધર્સ ડેની અનોખી ઉજવણી 

મોરબીના સનાતન યુવા ગ્રુપ દ્વારા જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ફાધર્સ ડેની અનોખી ઉજવણી 

“પિતૃ દેવો ભવ” આ માત્ર એક મંત્ર નહિ, આપણા ભારત દેશની સંસ્કૃતિ છે, પિતા એ માત્ર પરિવારની એક વ્યક્તિ નહીં પરંતુ ઘરના મોભી એવા ભગવાન સમાન હોય છે. ત્યારે એમના સન્માનમાં પણ આપણો દેશ પિતાના આ દિવસને પણ ખાસ ધામધૂમથી ઉજવવાનો ચૂકતા નથી.

ત્યારે ગઈકાલે ફાધર્સ ડેના દિવસે જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વ્હાલા વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોને રાહત દરે ફૂલસ્કેપના બુક્સ વિતરણનો એક ભવ્ય પ્રયત્ન હતો અને તે એક ભવ્ય અને સફળ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ આવતા વર્ષે વધારે પ્રયત્ન કરીશું એવા સંકલ્પ સાથે આજે કાર્ય પૂર્ણ થયું આ સાથે શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો આભાર તથા વ્હાલા વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા અહીં આવી અને આ ફાધર્સ ડે ના દિવસે કોઈના પિતા કોઈના માતા કોઈના ભાઈ કોઈના બેન બનવાનો અમને જે મોકો મળ્યો એ બદલ સર્વનો પણ સનાતન યુવા ગ્રુપ મોરબી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular