HomeGujaratમોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની વધુ આવક નોંધાતા રાત્રે એક દરવાજો ખોલાયો 

મોરબીના મચ્છુ-3 ડેમમાં પાણીની વધુ આવક નોંધાતા રાત્રે એક દરવાજો ખોલાયો 

મોરબીના મચ્છુ-3 ડેમમાં ગત રાત્રીના પાણીની વધુ આવક નોંધાતા બે વાગ્યે એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેથી, 75 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનામાં કુલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. તો સિંચાઈ યોજનાના નીચાણવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

જેમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ (99) અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા, મેધપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મી), હરીપર, ફતેપરને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular