હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો થયો હતો, જેનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, હળવદ આંબેડકરનગર-1 મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.39) એ આરોપી અમન હસુભાઈ પરમાર રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી બપોરના સમયે ચાલીને પોતાની દિકરી નેહાને બ્રીલીયન્ટ સ્કુલેથી લઇને ઘરે જતા હતા ત્યારે હળવદ આબેડકરનગર-1 સરા રોડ પર આવેલા સખી મરચા ફ્લોર મીલ પાસે ફરીયાદી તથા આરોપીને પંદર વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુબીક ભાઇઓ સાથે ઝગડો થયો હતો જેનું મન:દુખ રાખી આરોપીએ આવી લોખંડના પાઇપથી ફરીયાદીને માર મારી ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




