HomeGujaratમોરબીના ઉમીયાનગર પાસે રાત્રે ત્રીજા માળે બાલ્કનીમાંથી અચાનક પડી જતા યુવકનું મોત

મોરબીના ઉમીયાનગર પાસે રાત્રે ત્રીજા માળે બાલ્કનીમાંથી અચાનક પડી જતા યુવકનું મોત

મોરબીમાં ઉમીયાનગર પાસે ત્રીજા માળે બાલ્કનીમા સુતા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, મોરબીના ઉમીયાનગરમાં રહેતા સોનુભાઈ રામ સુરેશભાઈ બગનોલી (ઉ.વ.33) નામનો યુવક ત્રીજા માળે બાલ્કનીમાં સૂતો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.

જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular