મોરબીના વિજયનગર શેરી નં.1 માં રહેતા યુવકને નાનપણથી આંચકીની બીમારી હોવાથી કંટાળી જઈ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયનગર શેરી નં.1 માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.40) નામના યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેથી પોતાની બીમારીના કારણે જીંદગીથી કંટાળી જઈ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.




