HomeGujaratમોરબીમાં તાજિયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનોની બેઠક મળી

મોરબીમાં તાજિયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનોની બેઠક મળી

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં મોરબીમાં નીકળનાર તાજીયા અન્વયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી હતી.

આ તકે, બેઠકમાં વીજ વાયરો અંગે તકેદારી રાખવા તેમજ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે કોઈ ખોટી અફવા પર ધ્યાન ન આપવા તેમજ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી ક૨વાના સૂચનો આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Most Popular