ટંકારા તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
બાઇક ચોરી અંગે મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલભાઈ કટારા (ઉ.વ.32) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, નેકનામ ગામે વીરજીભાઇ તળશીભાઇ ભોરણીયાની વાડીએથી ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર જેની કિ.રૂ.50 હજાર છે તે વાડીએથી કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

