Monday, May 4, 2026
HomeGujaratમોરબીના પીપળી ગામે વેપારી યુવક સાથે 81 લાખની ઠગાઈ

મોરબીના પીપળી ગામે વેપારી યુવક સાથે 81 લાખની ઠગાઈ

Advertisement
Advertisement

મોરબીના પીપળી ગામે વેપારી યુવક તથા આરોપીએ એચ.આર. કેબલ ફેક્ટરીના ભાગીદારો હોય જેથી વેપારી યુવકે પોતાના કારખાનાનો સંપૂર્ણ વહીવટ આરોપીઓને સોંપ્યો હતો તેના હિસાબમાં ગોટાળા જણાતા વેપારી યુવક અને તેની પત્ની ભાગીદારીમાંથી છુટા થવા આરોપીઓને જણાવતા આરોપીઓએ વેપારી યુવકને કારખાનાના ખોટા હિસાબો, વહીવટ તથા મશીનરી મળી કુલ રૂ.81,40,985 રૂપિયાની ઠગાઇ કરી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફિટ રીંગ રોડ પર કે.જી. ધોળકિયા સ્કૂલની બાજુમાં ઉપાસના પાર્ક આશોપાલવ ફ્લેટ નં.301 માં રહેતા હેમેન્દ્રભાઈ હરીલાલભાઈ શીલુ (ઉ.વ.42) એ આરોપી હિતેશભાઇ નથુભાઇ કૈલા રહે.304 સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, સુમિતાબેન હિતેશભાઇ નથુભાઇ કૈલા રહે.304 સત્યમ હાઇટ્સ ઉમા ટાઉન શીપ મોરબી, રવિભાઇ કાંતિલાલ ડઢાણીયા રહે.402 સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, અશ્વીનભાઇ નથુભાઇ કૈલા રહે. મોરબી, રજનીભાઇ અરજણભાઇ હેરણીયા રહે. નિકુંજ પાર્ક રવાપર રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી હિતેશભાઈ તથા રવિભાઈ ફરીયાદીના એચ.આર.કેબલ ફેકટરીના ભાગીદાર હોય ફરીયાદીએ તેઓને પોતાના કારખાનાનો સંપુર્ણ હિસાબ/વહીવટ ભરોષો અને વિશ્વાસરાખી સોપેલ હતો, જે ધંધાના હિશાબમા ગોટાળા જણાતા ફરીયાદી અને તેમના પત્ની ભાગીદારી માંથી છુટા થવા આરોપી હિતેશભાઈને જણાવતા આરોપી હિતેશભાઈ, સુમિતાબેન તથા રવિભાઈ તથા તેઓ સાથે આરોપી અશ્વિન તથા રજીનીભાઈએ મળી ફરીયાદી તથા ફરીયાદીના પત્નીને વિશ્વાસમાં લઇ એચ.આર.કેબલ ફેકટરીના હિસાબના રોજમેળમાં પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો દર્શાવી તથા ભાગીદારી ડીડમા ન હોય તેમ છતાં બે વ્યક્તિઓને ભાગીદાર દર્શાવી તેઓને છુટ્ટા કર્યાના રૂ.16.25 હજારનો હિસાબ દર્શાવી તેમજ પેઢીના નામે આરોપીઓએ નાણાની જરૂરીયાતના બહાને બીજા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણા મેળવી તે નાણાનુ રૂ.5,52,500 વ્યાજ ચુકવ્યાની એન્ટ્રી દર્શાવી, કારખાનાના વોચમેનને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી કારખાનાની ચાવી જબરદસ્તીથી લઇ જઇ આરોપીઓએ આઇશર તથા કામમાં ફેકટરીમાં તૈયાર પડેલ રૂ.40 લાખનો માલ સામાન તથા મશીનરી ભરી લઇ જઇ તથા ફરીયાદી અને તેમના પત્ની કે જે આ પેઢીના ભાગીદાર હોય તેમના નફાના રૂ.9,96,543 તેમજ પોતાના કારખાનાનો હિસાબ/વહીવટ તથા મશીનરી તથા તૈયાર માલ સામાન મળી કુલ રૂ.81,40,985 તથા પવનસુત એન્જીનીયરીંગના ખોટા હિસાબો જે જાણવા મળેલ નથી તે રોજમેળમા ખોટી એન્ટ્રીઓ કરી દર્શાવી આ તમામ નાણા ઓળવી જઇ ફરીયાદ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular