Monday, May 4, 2026
HomeGujaratઈન્સ્ટાગ્રામમાં બે ધર્મોની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા મોરબીના બે યુવાનો વિરુદ્ધ...

ઈન્સ્ટાગ્રામમાં બે ધર્મોની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરતા મોરબીના બે યુવાનો વિરુદ્ધ ફરિયાદ 

Advertisement
Advertisement

મોરબીમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તે રીતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કોમેન્ટમાં ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનારા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (ઉ.વ.37) એ આરોપી ઇન્ટાગ્રામ આઇ.ડી sp-samir-47 વાળો અજાણ્યો શખ્સ તથા ઇન્ટાગ્રામ આઇ.ડી s4hidz વાળો અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ ધર્મની લાગણી દુભાય તેવી રીતે તેના ઇન્ટાગ્રામમાંથી કોમેન્ટ ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહભંગ થાય તેમજ ધિક્કારની લાગણી ફેલાય તેવી કોમેન્ટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ.૧૯૬(૧)(એ), ૨૯૯, ૩૫૨, ૩૫૩(૧)(સી), ૩૫૩(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular