HomeMorbiવાંકાનેરમાં લુણસર ચોકડીએ ગેરેજમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત 65 હજારની રોકડની...

વાંકાનેરમાં લુણસર ચોકડીએ ગેરેજમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત 65 હજારની રોકડની ઉઠાંતરી કરી

વાંકાનેરમાં લુણસર ચોકડી અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજની દુકાનમાંથી તસ્કરોએ સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂ.65,691 ના મુદામાલની ચોરી કરી હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

ચોરી અંગે મળતી માહિતી મુજબ, મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલ વાંકાનેરની લુણસર ચોકડી અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજની દુકાનમાં રહેતા નદીમખાન રઇશખાન પઠાણ (ઉ.વ‌.22) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ગેરેજની દુકાનનુ શટર ખોલી દુકાનમા પ્રવેશી દિવાલની ખીંતીમા ટીંગાળેલી બેગમાંથી એક સોનાની વીંટી તેમજ નક્સી કામ કરેલા લંબચોરસ ઘાટની વીટી જેનુ વજન ૧.૯૭૦ ગ્રામ જેની બિલ મુજબની કિંમત રૂ.20,124 તથા ચાંદીની 125 ગ્રામની લક્કી જેની કિ.રૂ.14,867 અને રોકડા રૂ.30,700 મળી કુલ કિ.રૂ.65,691 ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular