HomeGujaratહળવદના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડને જાતિ પ્રત્યે હળધુત કરી પથ્થરથી માર...

હળવદના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડને જાતિ પ્રત્યે હળધુત કરી પથ્થરથી માર માર્યો

હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલા હતા ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી પથ્થરથી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.45) એ આરોપી જયદીપ દીનેશભાઈ ડાભી રહે. ગામ મયુરનગરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતાના ગામના ઝાપા પાસે બેઠા હોય ત્યારે આરોપી ત્યાં આવી ફરીયાદીને જાતી પ્રત્યે હડધુત કરી જાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી બાજુમાંથી પથ્થર ઉપાડી ફરીયાદીને કપાળના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular