Thursday, May 7, 2026
HomeGujaratસાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજયસભામાં દેશવ્યાપી વાઈલ્ડ લાઈફ વેટરનીટી સર્વિસ શરૂ કરવાની કરી...

સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજયસભામાં દેશવ્યાપી વાઈલ્ડ લાઈફ વેટરનીટી સર્વિસ શરૂ કરવાની કરી રજૂઆત

Advertisement
Advertisement

દેશના એકમાત્ર સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ રાજયસભામાં સ્પેશિયલ મેન્શન રૂપે દેશમાં વાઈલ્ડ લાઈફ વેટરનીટી સર્વિસ સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ રજુઆત કરી હતી.

ઝાલાએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવને વિનંતી કરી હતી કે, દેશના દરેક રાજ્યમાં વાઈલ્ડ લાઈફ માટે ખાસ પશુ ચિકિત્સાલય શરૂ થાય, જેથી જંગલી પ્રાણીઓને યોગ્ય સારવાર મળી શકે.

આ રજૂઆતને ગંભીરતાથી લઈને કેંદ્ર સરકારે તમામ રાજ્યો પાસેથી જરૂરી માહિતી મેળવી કાર્યવાહી શરૂ કરી છે. મંત્રી ભૂપેન્દ્ર યાદવે ખાતરી હતી આપી કે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.

પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દિગ્વીજયસિંહ ઝાલાનો પર્યાવરણ અને પશુપ્રેમ આજે પણ લોકમનમાં વસેલો છે. તેમનો વારસો જાળવી રાખતા કેસરીદેવસિંહ ઝાલા પણ સતત પર્યાવરણ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ માટે કાર્યરત છે.

વર્ષ ૨૦૨૫માં ગીરના સિંહોની વસ્તી ગણતરી દરમિયાન ઝાલાએ શરૂઆતથી અંત સુધી સક્રિય હાજરી આપી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ બાબતનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં કર્યો હતો.

તે ઉપરાંત ઝાલા એઈમ્સ હોસ્પિટલ રાજકોટના સભ્ય તરીકે માનવ સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ રહે છે અને સાથે સાથે પશુઓ પ્રત્યે જીવદયા અને સંવેદનાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

કેન્દ્ર સરકાર દ્વારા તેમની આ રજૂઆતને ધ્યાનમાં લઈને હવે દેશના દરેક રાજ્યમાં વાઈલ્ડ લાઈફ વેટરનીટી વિભાગ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી જંગલી પ્રાણીઓને યોગ્ય સારવાર મળે અને તે તંદુરસ્ત જીવન જીવી શકે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular