HomeMorbiગુજરાત પોલીસ બેડામાં ફેરફાર; 14 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલી; એસ.કે. ચારેલની...
ગુજરાત પોલીસ બેડામાં ફેરફાર; 14 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની સામૂહિક બદલી; એસ.કે. ચારેલની બદલી એ.સી.બી. મોરબીમાં
Advertisement
Advertisement
ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજ્યના ૧૪ જેટલા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.
આ બદલીના આદેશ અનુસાર, મોટાભાગના અધિકારીઓને એન્ટી કરપ્શન બ્યુરો (A.C.B.) માં નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સામૂહિક બદલીઓમાં એમ.કે. પટેલ (ખેડા), બી.એન. મોઢવાડીયા (પંચમહાલ), બી.કે. ચાવડા (દાહોદ), એમ.એચ. પઠાણ (વડોદરા), એન એમ. તલાટી (વડોદરા), એસ.કે. ચારેલ (મોરબી), આર.સી. કાનમીયા (પોરબંદર), એસ.એમ. પઠાણ (ભાવનગર), એચ.વી. ચૌધરી (સી.આઈ.ડી. ક્રાઈમ), જે.એન. ચાવડા (ઇન્ટેલિજન્સ), પી.વાય. ચિત્તે (સુરત ગ્રામ્ય), એસ.એમ. લાસન (સાબરકાંઠા), ડી.આર. બોરૈયા (સુરેન્દ્રનગર) અને પી.સી. મોલીયા (કરાઈ) નો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી એન્ટી કરપ્શન બ્યુરો (A.C.B.) ખાતે કાર્યભાર સંભાળવા આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશમાં જણાવાયું છે કે તમામ અધિકારીઓએ તાત્કાલિક અસરથી છૂટા થઈ નવી નિયુક્તિના સ્થળે હાજર થવાનું રહેશે. ખાસ કરીને મોરબી સહિતના વિવિધ જિલ્લાઓમાંથી અનુભવી અધિકારીઓને હવે એસીબી જેવી મહત્વની શાખામાં જવાબદારી સોંપવામાં આવી છે.
Advertisement
Advertisement