HomeGujaratમોરબીમાં ફેકટરી લેબર કોલોનીમાં મધ્યપ્રદેશના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં ફેકટરી લેબર કોલોનીમાં મધ્યપ્રદેશના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના નવાગામ લગધીરનગર નજીક આવેલી આજીવીટો સિરામિક ફેક્ટરીમાં કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની સોનુભાઈ થાનસિંહ ભીલાલા (ઉં.19) મોરબીની આજીવીટો સિરામિક ફેક્ટરીમાં કામ કરતા હતા અને ફેક્ટરી પરિસરમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા હતા. ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર તેમણે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતાં ફેક્ટરીના અન્ય કર્મચારીઓએ તરત જ પોલીસને માહિતી આપતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular