HomeGujaratમોરબીમાં યુવકે ઝેરી દવા પી લેતા મોત, કારણ અકબંધ

મોરબીમાં યુવકે ઝેરી દવા પી લેતા મોત, કારણ અકબંધ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલી પાર્થ સિરામિક કંપનીમાં કામ કરતા એક યુવકે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહા (ઉં.22) પાર્થ સિરામિક કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ રહેતા હતા. તેમણે પોતાના રહેણાંક સ્થળે ઉંદર મારવાની દવા પી લીધી હતી. સારવાર પહેલાં જ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અચાનક મોતનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular