HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને 'દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025'થી સન્માન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને ‘દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025’થી સન્માન

શિક્ષણક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને સંસ્કારનો અનોખો સમન્વય સર્જનાર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબીને પ્રતિષ્ઠિત ‘દિવ્ય ભાસ્કર ઇમિનેન્સ એવોર્ડ 2025’ થી સન્માનિત કરવામાં આવ્યું છે.

આ ભવ્ય સમારોહ રાજકોટના ફિનિક્સ રિસોર્ટ ખાતે યોજાયો હતો, જેમાં આ એવોર્ડ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અમ્રિતા રાવના હસ્તે નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી. કાંજીયા સાહેબને આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી મોરબી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં શિક્ષણક્ષેત્રે ગુણવત્તાનો ધોરણ ઊંચો રાખનાર નવયુગ ગ્રુપે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રમુખ પી.ડી. કાંજિયા સાહેબના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ, સંસ્થાએ આધુનિક ટેકનોલોજી, સંસ્કાર આધારિત શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે.

આ યોગદાન બદલ દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા નવયુગને “ઇમિનેન્સ એવોર્ડ 2025”થી નવાજવામાં આવ્યું. જે સંસ્થાની દાયકા લાંબી પ્રતિબદ્ધતા, ગુણવત્તા અને નવીનતાનું પ્રતિક છે.

આ એવોર્ડ નવયુગ પરિવારના દરેક સભ્ય માટે ગૌરવની ક્ષણ છે. આ સન્માન અમારા શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓના અવિરત પરિશ્રમનું પરિણામ છે. અમે ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, શિસ્ત અને સંસ્કારનું સંકલન જાળવી રાખી નવી ઊંચાઈઓ સર કરીશું.

RELATED ARTICLES

Most Popular