Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીની આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી, ડાયાબિટીસથી પીડાતા દર્દીનો બચ્યો પગ

મોરબીની આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી, ડાયાબિટીસથી પીડાતા દર્દીનો બચ્યો પગ

Advertisement
Advertisement

મોરબીમાં વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા એક દર્દીને છેલ્લા આઠ વર્ષથી ડાયાબિટિક ફૂટના કારણે પગમાં ન ભરાતા ઘાવની ગંભીર સમસ્યા હતી. અનેક મોટી શહેરોની હોસ્પિટલોમાં તપાસ બાદ તેમને પગ કાપવાની સલાહ અપાઈ હતી.

પરંતુ મોરબીની આયુષ હોસ્પિટલમાં કરવામાં આવેલી સફળ પ્લાસ્ટિક સર્જરી બાદ દર્દીનો પગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે. આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલએ તાત્કાલિક પગલાં લઈને વિશેષ તકનીક દ્વારા સર્જરી કરી હતી, જેના પરિણામે ઘાવ પૂરેપૂરો સાજો થયો અને પગ કાપવાનું ટળ્યું.

દર્દી અને પરિવારજનોે ડૉ. હડિયલ તથા સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળતા ડાયાબિટીસથી પીડાતા અનેક દર્દીઓ માટે આશાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે — સમયસર યોગ્ય નિષ્ણાતની સલાહ અને આધુનિક સારવાર મળવાથી ગંભીર પરિસ્થિતિમાં પણ પગ બચાવી શકાય છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular