HomeGujaratમોરબી સીટી એ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો

મોરબી જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપાર વિરુદ્ધ સતત પગલાં લેવામાં આવતા, મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નાર્કોટીક મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો જથ્થો સહિત કુલ રૂ. ૫,૩૫,૧૦૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

આ કાર્યવાહી મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલની આગેવાનીમાં દિવાળી તહેવાર અનુસંધાને હાથ ધરાયેલી પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન હાથ ધરાઈ હતી.

પોલીસે GJ-27-C-1361 નંબરની શંકાસ્પદ વેગન વેન્ટો કાર ચેક કરતા, આરોપી યોગેશ રતિલાલભાઈ દસાડીયા (પટેલ) રહે. એપલ હાઇટ્સ, રવાપર-ઘુનડા રોડ, મોરબી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં આરોપી અગાઉ પણ અમદાવાદમાં હાઇબ્રીડ ગાંજાના કેસમાં ઝડપાયો હોવાનો ખુલાસો થયો છે. બીજો આરોપી ચીરાગ પટેલ, રહેવાસી મુંબઈ, હજી ફરાર છે.

મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ : ૨૮ ગ્રામ ૭૮૦ મિ.ગ્રા., કિંમત રૂ. ૨.૮૭ લાખ, ડિજિટલ કાંટો, ખાલી પ્લાસ્ટિક કોથળીઓ અને મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૫૦૦, વેગન વેન્ટો કાર (GJ-27-C-1361) રૂ. ૨ લાખ સહિત કુલ મુદામાલ કિંમત રૂ. ૫,૩૫,૧૦૦ કબ્જે કર્યો છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ અમદાવાદ વટવા પોલીસ સ્ટેશન ગુ.નં. ૦૬૯૨/૨૦૨૪ NDPS કલમ 22(બી), 8(સી), 29 મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૫૭/૨૦૨૩ IPC કલમ 283

કાર્યવાહી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ. પટેલ, પો.સબ.ઇન્સ જે.સી. ગોહીલ, એ.એસ.આઇ. કિશોરભાઈ મકવાણા, સુરેશભાઈ ઠોરીયા, સવજીભાઈ દાફડા, કિશોરભાઈ મેણંદભાઈ, વિજયદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા, જયદીપભાઈ માણસુર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રવીભાઈ ચૌધરી, અશ્વિનસિંહ સુર વગેરેનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

Most Popular