HomeGujaratરાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા સોમવારે ધાર્મિક અને જનસંપર્ક પ્રવાસે 

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા સોમવારે ધાર્મિક અને જનસંપર્ક પ્રવાસે 

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા તા. ૨૦ ને સોમવારે ગાંધીનગરથી મોરબી અને આસપાસના વિસ્તારોના પ્રવાસે આવશે.

મંત્રી સવારે ૮:૩૦ કલાકે ગાંધીનગરથી ચોટીલા માટે રવાના થશે અને ૧૧:૦૦ વાગ્યે ચોટીલા ખાતે કુલદેવીના દર્શન કરશે. બાદમાં બપોરે ૧૨:૪૫ કલાકે રાજસીતાપુર ખાતે ગુરુજીના આશ્રમે આર્શીવાદ લેશે.

બપોર બાદ કાંતિલાલ અમૃતિયા હળવદ ખાતે સ્વાગત અને અભિવાદન કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ જેટપર (મો.) ગામ, જી.કે. હોટેલ અને ભરતનગર ખાતે પણ સ્વાગત કાર્યક્રમો યોજાશે.

મોરબી સર્કીટ હાઉસથી બપોરે ૪:૦૦ વાગ્યાથી કાર રેલી સ્વરૂપે કાંતિલાલ અમૃતિયા મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરશે અને સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં કાર્યક્રમો પૂર્ણ થશે. બાદમાં મંત્રી નિવાસ્થાને જવાના છે.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન સુરક્ષા અને માર્ગવ્યવસ્થાના જરૂરી આયોજન માટે જિલ્લા પ્રશાસન તથા પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular