HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત

મોરબી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાનું મોત

મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયેલી એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, રણછોડનગર, મોરબી ખાતે રહેતી નસીમબેન રમઝાનભાઈ (ઉંમર 30) પ્રસૂતિ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તબીબો દ્વારા ઓપરેશન કર્યા બાદ તેમને આઈસીઓમાં રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની સ્થિતિ બગડતા અંતે તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular