HomeGujaratમોરબીમાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી, ઘરમાં ફટાકડા નાખી ભય ફેલાવ્યો

મોરબીમાં યુવકને જાનથી મારી નાંખવાની ધમકી, ઘરમાં ફટાકડા નાખી ભય ફેલાવ્યો

મોરબીના કન્યા છાત્રાલય પાછળ આવેલા પંચવટી સોસાયટી વિસ્તારમાં એક યુવકને ત્રણ શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી અને તેના ઘરમાં ફટાકડા નાખી ભય ફેલાવ્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, પંચવટી સોસાયટીમાં રહેતા જયભાઈ પ્રવીણભાઈ અંબાણી (ઉં. 32) એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી મુજબ, આરોપી માધવ દિનેશભાઇ મકવાણા (રહે. કંડલા બાયપાસ, ધર્મ સૃષ્ટિ સોસાયટી) તથા બે અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું.

ફરીયાદી એ અગાઉ માધવના પિતાજી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના ખારને કારણે આરોપીઓએ ફરીયાદીનો પીછો કરીને તેને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં અજાણ્યા સાથીઓએ ફરીયાદીના ઘરમાં ફટાકડા નાખી ભય ફેલાવ્યો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular