HomeGujaratમોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દિવાળી એલર્ટ પર, રાત્રી દરમિયાન 7 આગની...

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દિવાળી એલર્ટ પર, રાત્રી દરમિયાન 7 આગની ઘટનામાં ઝડપી કાર્યવાહી

દિવાળી પર્વ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેરમાં કોઈપણ દુર્ઘટના સમયે તરત કાર્યવાહી કરી શકાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શહેરના મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ પાસે અને ફાયર સ્ટેશન ખાતે ફાયર ફાઈટર ટીમો તહેનાત રાખવામાં આવી હતી. કુલ 21 સ્ટાફ સભ્યો રાત્રિભર સ્ટેન્ડબાય રહ્યા હતા.

રાત્રિ દરમિયાન કુલ 7 ફાયર કોલ પ્રાપ્ત થયા હતા, જેની વિગત આ મુજબ છે. શક્તિ પ્લોટ નજીક બંધ મકાનની બાજુના ઝાડમાં આગ, શનાળા રોડ હાઉસિંગ બોર્ડ વિસ્તાર, માર્કેટિંગ યાર્ડ સામે કોમન પ્લોટમાં બંધ કેબીન અને લારીમાં આગ, જુના બસ સ્ટેન્ડથી રામચોક રોડ પર SBI બેંકની પાછળ વંડામાં આગ, પંચાસર રોડ પર સત્યમ હોલ સામે વંડામાં આગ, રવાપર રોડ, કાલિકા પ્લોટ નજીક એજે કંપની પાસે વંડા અને કચરામાં આગ, શનાળા રોડ પર શિવ ટેલિકોમ વાળી ગલીમાં વંડામાં કચરામાં આગ, લોહાણા પરા વિસ્તારમાં ઝાડના થડમાં આગ લાગી હતી.

RELATED ARTICLES

Most Popular