મોરબીના જોધપર ગામની સીમમાં આવેલ એક કારખાનાના બહાર બનેલી મારામારીની ઘટનાને લઈ વળતી ફરીયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કારખાનાના બહાર ઝુલામાં બેઠેલા શ્રમિક બિન્દુભાઈ પાસે કારખાનેદાર દિનેશભાઈ દેકાવાડીયા અને તેમની પત્ની આવી ઝગડો કરવા લાગ્યા હતા. બાદમાં બંને વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. દરમિયાન, છોડાવવા આવેલ બિન્દુભાઈના મિત્ર અર્જુન સાથે પણ દંપતીએ મારામારી કરી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા બિન્દુભાઈ અને અર્જુનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આરોપી દંપતીએ બંને શ્રમિકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વળતી ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ફરીયાદના આધારે આરોપી દંપતી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.




