HomeGujaratકુંભારીયા ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાનમાલિક...

કુંભારીયા ગામે રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાનમાલિક સહિત ૭ જુગારી ઝડપાયા 

માળીયા તાલુકાના કુંભારીયા ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતા મકાનમાલિક તથા અન્ય છ જુગારીઓને માળીયા પોલીસે ઝડપી પાડ્યા છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકના આદેશ અનુસાર જુગાર અને પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ અભિયાન હેઠળ માળીયા મીયાણા પોલીસ ઇન્સ્પેકટર તથા સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળતાં કુંભારીયા ગામે રેઇડ કરી હતી.

બાતમી મુજબ જેસીંગભાઈ મહાદેવભાઈ દેગામાં પોતાના કબ્જામાં આવેલા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપત્તી જુગાર રમાડતો હતો. પોલીસની અચાનક રેઇડમાં ૭ ઇસમોને રૂ. ૪૦,૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

પકડી પાડાયેલા આરોપીઓમાં જેસીંગભાઈ મહાદેવભાઈ દેગામાં (કુંભારીયા) જયંતીભાઈ રામજીભાઈ કૈલા (કુંભારીયા) નાથાભાઈ શંકરભાઈ દેગામાં (કુંભારીયા) ત્રિકમજીભાઈ રામજીભાઈ પંચાસરા (કુંભારીયા) ભગવાનજીભાઈ બચુભાઈ ધામેચા (ખાખરેચી) કિશોરભાઈ હરજીભાઈ મેવાડા (ખાખરેચી) રાજેશભાઈ ગોવિંદભાઈ ધંધાણીયા (ખાખરેચી) ના સમાવેશ થાય છે.

માળીયા મીયાણા પોલીસ ઇન્સ્પેકટર તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ સફળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જુગાર ધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular