HomeGujaratબેલા ગામે મશ્કરીને લઇ યુવક પર હુમલો: લાકડીઓ-પથ્થરથી માર મારી જાનથી મારી...

બેલા ગામે મશ્કરીને લઇ યુવક પર હુમલો: લાકડીઓ-પથ્થરથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે મશ્કરીને લઇ થયેલ વિવાદ બાદ યુવક પર ચાર ઈસમોએ લાકડીઓ અને પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ બહાર આવ્યો છે.

મળતી માહિતી મુજબ બેલા ગામે રહેતા મેહુલભાઈ જયેશભાઈ આચાર્ય (ઉં. ૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના મિત્ર સાહીલ સાથે શેરીમાં બેઠેલા હતા ત્યારે સાહીલ સાથે મશ્કરી દરમિયાન આરોપી વિવેકભાઈ માધાભાઈ રબારીએ ગાળો બોલતા હતા. ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ખાર રાખી ગયેલા.

થોડા સમય બાદ વિવેકભાઈ માધાભાઈ રબારી, જેમલભાઈ જીવણભાઈ રબારી, જગદીશભાઈ જીવણભાઈ રબારી અને નવઘણભાઈ ખોડાભાઈ રબારી ચારેય મળી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી, લાકડીઓ વડે આડેધડ મારમાર કર્યો હતો. દરમિયાન ફરીયાદીની માતા કનકબેન વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા.

ચારેય આરોપીઓએ પથ્થર અને લાકડાના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 351(2), 125 અને GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular