HomeGujaratમોરબીના રવાપર-ઘુનડા રોડ પર કાર પાણીમાં ખાબકી, ચાલક સદનસીબે બચી ગયો

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર કાર પાણીમાં ખાબકી, ચાલક સદનસીબે બચી ગયો

રવાપર-ઘુનડા રોડ પર ગત મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, સરસ્વતી ફાર્મની બાજુમાં કાર ચાલક દીક્ષિત પટેલ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રસ્તાની સાઇડમાં આવેલા પાણીમાં ખાબકી ગઈ હતી. સદનસીબે ચાલક સમયસર દરવાજો ખોલીને બહાર નીકળી જતા જાનહાનિથી બચી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર ટીમ તેમજ 112 ઇમરજન્સી ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સાથે વાતચીત કરીને ઘટનાની માહિતી મેળવી હતી.

RELATED ARTICLES

Most Popular