Wednesday, May 6, 2026
HomeGujaratમાળીયાના સરવડ ગામે રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરતો ઇસમ ઝડપાયો

માળીયાના સરવડ ગામે રહેણાંક મકાનમાં ગાંજાનું વાવેતર કરતો ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબી એસ.ઓ.જી. ટીમે માળીયા મીંયાણા તાલુકાના સરવડ ગામે દરોડો પાડી રહેણાંક મકાનના ફળીયામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરનાર એક ઇસમને ઝડપી પાડ્યો છે.

પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, પ્રવિણભાઇ મગનભાઇ વિરમગામા, રહે. સરવડ, પોતાના મકાનના ફળીયામાં ગાંજાના છોડ ઉગાડે છે. આ બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમે પંચો અને પોલીસ સ્ટાફની હાજરીમાં સ્થળ ઉપર રેઇડ કરી હતી.

તપાસ દરમ્યાન મકાનમાંથી ગાંજાના નાના-મોટા ૧૩ લીલા છોડ મળી આવ્યા, જેનું કુલ વજન ૩ કિલો ૩૫૦ ગ્રામ હતું. મળેલ મુદામાલ સાથે આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(એ)(બી) મુજબ ઝડપી લેવામાં આવ્યો છે.

આ અંગે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular