HomeGujaratમોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરના સામાકાંઠે આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક પાસેમાંથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસએ વિદેશી દારૂની 06 બોટલ કિંમતે રૂ. 6,600નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા આરોપી રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઇ રાઠોડ (ઉ. 26), રહેવાસી સો ઓરડી, વરીયાનગર મસ્જીદવાળી શેરી, મોરબી ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી વિદેશી દારૂ મળી આવતા પોલીસએ તેને કસ્ટડીમાં લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દારૂના સ્ત્રોત અને સંડોવાયેલા અન્ય લોકો અંગે આગળની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Most Popular