Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી શહેરને લીલુંછમ બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘પોકેટ ગાર્ડન’ પ્રોજેક્ટનો પ્રારંભ

મોરબી શહેરને લીલુંછમ બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘પોકેટ ગાર્ડન’ પ્રોજેક્ટનો પ્રારંભ

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને હરીયાળું અને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે. એ જ દિશામાં હવે શહેરના એવા વિસ્તારો, જ્યાં જનતા કચરો નાખી ગંદકી સર્જતી હોય છે, ત્યાં ખાસ ‘પોકેટ ગાર્ડન’ વિકસિત કરવામાં આવશે.

આ પોકેટ ગાર્ડન રસ્તાના ખાલી પડેલા સ્થાને નાના ગાર્ડન સ્વરૂપે બનાવવામાં આવશે, જેનાથી માત્ર સફાઈ જ નહીં પરંતુ તે વિસ્તારોનું બ્યુટીફિકેશન પણ વધશે. આવી ગ્રીન સ્પોટ્સ મોરબીના વિવિધ મહત્વના વિસ્તારોમાં વિકસાવવામાં આવશે.

સૌપ્રથમ તબક્કામાં એલ. ઈ કોલેજ રોડ, સર્કિટ હાઉસ રોડ અને સૂર્યબાગ પાસે GVP પોઇન્ટ સહિતની જગ્યાએ પોકેટ ગાર્ડન બનાવાશે. આ પહેલથી શહેરનું શિલ્પ અને પર્યાવરણ બંનેને ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

વધુમાં, લીલાપરમાં આવેલ મોહન બાગ માટે નવો લેઆઉટ તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ત્યાં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ શરૂ થશે. જેનાથી લીલાપરની પ્રજાને મનોરંજન અને સમય વિતાવવાનું એક નવું આકર્ષક સ્થાન મળશે.

શહેરને લીલુંછમ અને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા તરફથી આ પહેલ નાયબ ઇજનેરની દેખરેખ હેઠળ આગળ વધારવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular