Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી-વાંકાનેર હાઈવે પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે પર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક બાઈક સ્લીપ થતા એક યુવાનનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકુમાર રામપ્રસાદ વર્મા પોતાની GJ-10-CL-0867 નંબરની બાઈકને પુરઝડપે અને બેદરકારીથી હંકારી રહ્યો હતો. દરમિયાન બાઈકનું નિયંત્રણ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં યુવાન નીચે પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ સારવાર દરમિયાન જ ઇજાઓ ગંભીર હોવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular