HomeGujaratમોરબી LCBની કાર્યવાહી, મોરબી-કંડલા બાયપાસ રોડ પર રીક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી

મોરબી LCBની કાર્યવાહી, મોરબી-કંડલા બાયપાસ રોડ પર રીક્ષામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી

મોરબી કંડલા બાયપાસ રોડ પર રીક્ષામાં ખાસ ચોરખાનું તૈયાર કરી અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લીધો છે. પોલીસે કુલ રૂ. ૨.૩૯ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે રવિરાજ ચોકડીથી નવલખી ફાટક તરફ ઓટો રીક્ષા જીજે ૨૦ વી ૧૨૦૪ માધ્યમે દારૂ લઇ જવાની બાતમી મળી હતી. પોલીસ દ્વારા જુની આરટીઓ કચેરી પાસે વોચ ગોઠવતા શંકાસ્પદ રીક્ષા રોકી તપાસ હાથ ધરવામાં આવી.

રીક્ષાના પાછળના ભાગે ગુપ્ત રીતે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ ૯૬ બોટલ (કિંમત રૂ. ૧,૨૯,૬૦૦) મળી આવી હતી. સાથે બે રીક્ષા (કિંમત રૂ. ૧ લાખ) અને બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૦,૦૦૦) મળી કુલ રૂ. ૨,૩૯,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આરોપી સુરજ રાજેશ તિવારી (રહે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ) ને ઝડપી લીધો છે જ્યારે અન્ય બે આરોપી મુન્નો પલીત અને શાહરૂખ (રહે. રાજકોટ) ફરાર થઈ ગયા છે. મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular