Wednesday, May 6, 2026
HomeGujaratધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

Advertisement
Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 (સાયન્સ, કોમર્સ/આર્ટ્સ)ની ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

પરીક્ષાની તારીખો 26 ફેબ્રુઆરી 2026થી 16 માર્ચ 2026 સુધી પરીક્ષાઓ યોજાશે. વિદ્યાર્થીઓને પેપર વચ્ચે રજા મળતાં લગભગ 20 દિવસ પરીક્ષા પ્રક્રિયા ચાલશે.

ધોરણ 10 ટાઈમટેબલ 26 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી/હિન્દી/અંગ્રેજી (1st language) 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન, 4 માર્ચના સામાજિક વિજ્ઞાન, 6 માર્ચના રોજ બેઝિક ગણિત, 9 માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિત, 11 માર્ચના રોજ અંગ્રેજી (2nd language) 13 માર્ચના રોજ ગુજરાતી (2nd language) 14 માર્ચના રોજ વ્યાવસાયિક વિષયો (હેલ્થકેર/ટૂરિઝમ/અન્ય) 16 માર્ચના રોજ હિન્દી/સંસ્કૃતનું પેપર રહેશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ/આર્ટ્સ) 26 ફેબ્રુઆરીના રોજ અર્થશાસ્ત્ર, 27 ફેબ્રુઆરીના રોજ તત્ત્વજ્ઞાન, 28 ફેબ્રુઆરીના રોજ વાણિજ્ય વ્યવસ્થા, 4 માર્ચના રોજ નામાના મૂળ તત્વો, 5 માર્ચના રોજ મનોવિજ્ઞાન, 6 માર્ચના રોજ સમાજશાસ્ત્ર, 7 માર્ચના રોજ ગુજરાતી/અંગ્રેજી (2nd language) 9 માર્ચના રોજ આંકડાશાસ્ત્ર, 10 માર્ચના રોજ ગુજરાતી/હિન્દી/અંગ્રેજી (1st language) 11 માર્ચના રોજ હિન્દી (2nd language) 12 માર્ચના રોજ સેક્રેટરિયલ પ્રેક્ટિસ/વાણિજ્ય પત્ર વ્યવહાર, 13 માર્ચ : ભૂગોળ,14 માર્ચના રોજ કમ્પ્યુટર, 16 માર્ચના રોજ સંસ્કૃત/પારસી/અરબીનું પેપર રહેશે.

ધોરણ 12 સાયન્સ પ્રવાહ, 26 ફેબ્રુઆરીના રોજ ભૌતિક વિજ્ઞાન, 28 ફેબ્રુઆરીના રોજ રસાયણ વિજ્ઞાન, 4 માર્ચના રોજ જીવવિજ્ઞાન, 6 માર્ચના રોજ અંગ્રેજી (2nd language) 7 માર્ચના રોજ અંગ્રેજી (1st language) 9 માર્ચના રોજ ગણિત, 11 માર્ચના રોજ કમ્પ્યુટર, 12 માર્ચના રોજ ગુજરાતી/હિન્દી (1st language), 13 માર્ચના રોજ ગુજરાતી/હિન્દી (2nd language) નું પેપર રહેશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular