Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં ત્રણ અલગ દરોડામાં વિદેશી દારૂ સાથે 3 આરોપી સહિત એક સગીર...

મોરબીમાં ત્રણ અલગ દરોડામાં વિદેશી દારૂ સાથે 3 આરોપી સહિત એક સગીર પકડાયો

Advertisement
Advertisement

મોરબી અને માળીયા મિયાણા પોલીસે વિદેશી દારૂ વિરુદ્ધ કરેલી કામગીરીમાં ત્રણ અલગ અલગ સ્થળેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પંચાસર રોડ નજીક ગીતા ઓઈલ મિલ પાસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર પાસેથી 180 મીલીની વિદેશી દારૂની બોટલ (કિંમત રૂ. 140) સાથે ઝડપાયો હતો.

કુળદેવી પાન પાસેથી અર્જુન ઉર્ફે નવઘણ પ્રવીણભાઈ પરમાર (રહે. વિદ્યુતનગર) પાસેથી બિયરના બે ટીન (કિંમત રૂ. 200) જપ્ત કરાયા હતા.

ખાખરેચી ગામની ગૌશાળા નજીકથી અનિલ ઉર્ફે મહેશ રોહિતભાઈ પાટડીયા (રહે. જુના ખાખરેચી) પાસેથી 180 મીલીની વિદેશી દારૂની ત્રણ બોટલ (કિંમત રૂ.750) સાથે ઝડપી લેવામાં આવ્યો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular