HomeGujaratમોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ મેઇન્ટેનન્સ કામને કારણે 12 નવેમ્બરે અનેક વિસ્તારોમાં...

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ મેઇન્ટેનન્સ કામને કારણે 12 નવેમ્બરે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 12, બુધવારના રોજ વિવિધ સબ સ્ટેશનોમાં મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. જેના કારણે શહેર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 7:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી તાત્કાલિક બંધ રહેશે.

66 કેવી માનસર સબ-સ્ટેશન હેઠળ બંધ રહેતા વિસ્તારો/ફીડરમાં ભક્તિનગર JGY, બાથકો JGY, આત્મજયોત JGY, એક્સપર્ટ ઇન્ડ. ફીડર, ભક્તિનગર, રવાપર નદી, અમરનગર, દાદાશ્રીનગર, રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સ, તમામ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોનો સમાવેશ થાય છે.

66 કેવી ભરતનગર સબ-સ્ટેશન હેઠળ બંધ રહેતા વિસ્તારો/ફીડરમાં મહેન્દ્રનગર JGY, હરિપર JGY, સનોરા ઇન્ડ., ઓએસીસ ઇન્ડ., અશ્વમેઘ ઇન્ડ., જીલોમ ઇન્ડ., એવન ઇન્ડ્. ફીડર, જુના-નવા સાદુળકા, લક્ષ્મીનગર, ભરતનગર, ક્રાંતિનગર, જય ગણેશનગર, સોમનાથ પાર્ક, નેશનલ હાઇવે બંને બાજુના કોમ્પ્લેક્સ સહિત તમામ વીજ જોડાણોનો સમાવેશ થાય છે.

મોરબી શહેર-1 પેટા વિભાગ – 11 કેવી ગૌશાળા ફીડર, બંધ સમય સવારે 07:30 થી બપોરે 02:30 જેમાં પ્રભાવિત વિસ્તારો શનાળા રોડ માર્કેટ યાર્ડ, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર, નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, ભાજપ કાર્યાલય વિસ્તાર, સ્વસ્તિક, દિવ્યજીવન, કાલિકા પ્લોટ, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફિક વાડી રોડ, મામા ફટાકડા કાનાની દાબેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે.

66 કેવી વાઘપર સબ-સ્ટેશન પર સમય સવારે 8:00 થી બપોરે 2:00 સુધી જેમાં સબ-સ્ટેશન હેઠળના તમામ ફીડર બંધ રહેશે. તમામ રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક (HT) અને ખેતીવાડી વીજ જોડાણો પ્રભાવિત થશે. મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા પછી કોઈ પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular