Wednesday, May 6, 2026
HomeGujaratમોરબી નવલખી ફાટક પાસે અજાણ્યા યુવકની લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

મોરબી નવલખી ફાટક પાસે અજાણ્યા યુવકની લાશ મળી, પોલીસે તપાસ હાથ ધરી

Advertisement
Advertisement

મોરબી શહેરના નવલખી રોડ પર આવેલા પરશુરામ મંદિર પાસે આજે સવારે એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા.

માહિતી મળતા મોરબી એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે યુવકની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે તપાસ ચાલુ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular