HomeGujaratમોરબીમાં પરિણીતાનું ગળેફાંસો ખાઈ આત્મવિલોપન

મોરબીમાં પરિણીતાનું ગળેફાંસો ખાઈ આત્મવિલોપન

મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલી રિયોગ્રેનાઈટો સિરામિક ફેક્ટરીના લેબર ક્વોર્ટરમાં એક યુવા પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મમૃત્યુ કર્યાનો બનાવ સામે આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની અને હાલમાં લેબર ક્વાર્ટરમાં નિવાસ કરતી રીંકુબેન કમલભાઈ મોરે (ઉંમર 19) કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રીંકુબેનના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ડીવાયએસપી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. પોલીસ કારણો શોધવા માટે પરિવારજનો તથા સાથી મજૂરોના નિવેદનો સહિતની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Most Popular