HomeGujaratખાખરાળા ગામેથી મોરબીના ખેડૂતનું 150 મણ જીરું તસ્કરો ઉઠાવી ગયા

ખાખરાળા ગામેથી મોરબીના ખેડૂતનું 150 મણ જીરું તસ્કરો ઉઠાવી ગયા

મોરબીમાં રહેતા ખેડૂતે પોતાની તથા બીજાની જમીન ભાગવી રાખી જમીન નીપજ જીરૂ રાખવાની સગવડ ન હોવાથી જીરૂ ખાખરાળા ગામની સીમમાં આવેલ ભગવાનજીભાઈ સદાતીયાના બંધ પડેલા ઓઈલમીલમાના સેડમા રાખ્યું હતું. જ્યાંથી ત્યાંથી કોઈ અજાણ્યો ચોર અંદાજે 150 મણ જીરૂ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મોરબીના પીપળીયા ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ એલ-831 મા રહેતા હસમુખભાઇ લક્ષ્મણભાઈ કોઠીયા (ઉ.વ.55) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી એ પોતાની તેમજ ભાગવી રાખેલ સીમ જમીનમાંથી નીપજેલ જીરૂ રાખવાની સગવડ ન હોવાથી સાથી ભગવાનજીભાઇ ભવાનભાઇ સદાતીયા રહે.મોરબી વાળાના ખાખરાળા ગામે બંધ પડેલ વિષ્ણુ ઓઇલમીલના શેડમાં રાખેલ હોય જેમાથી અજાણ્યા તસ્કરોએ આશરે 150 મણ જીરું જેની કિ.રૂ.4.5 લાખ થાય છે તે ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular