હળવદના સરા રોડ પર રહેતા મહિલાના પતિએ આરોપીઓ પાસેથી લીધેલી જમીનના બધા રૂપિયા ચુકવી આપવા છતાં જમીનનો દસ્તાવેજ ન કરી આપી તથા વધારે રૂપિયાની માંગણી કરી અન્ય આરોપીઓએ વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી આપવા છતા વધારા રૂપિયાની વેપાર ધંધાના બાકી રૂપિયા બાબતે આરોપીઓએ ઉઘરાણી કરી મહિલાનિ પતિને ધમકીઓ મારી માનસિક ત્રાસ આપતા હોય જેથી કંટાળી જઈ મહિલાના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના વતની અને હાલ હળવદના સરા રોડ પર આવેલા ઉમા સોસાયટીમાં રહેતા હંસાબેન નવનીતભાઈ આદ્રોજા (ઉ.વ.45) એ આરોપી શરદભાઇ વાલજી પટેલ તથા સુરેશભાઇ વાલજીભાઇ પટેલ રહે.બંન્ને હળવદ, મોરબી, ભરતભાઇ ગાંડુભાઇ ભટ્ટાસણા રહે.મોરબી, અનિલભાઇ મંગલ રહે. સેંધવા ગામ, મધ્ય પ્રદેશ, ગજાનનભાઇ જોષી રહે રાધનપુર, સૌરભ રાઠી “રાઠી એંન્ટરપ્રાઇઝ” વાળા, ગીરીશભાઇ મહેશ્વરી (સૌરભ રાઠીના બનેવી), ઘેટીદાદા (ગજાનનભાઇનો માણસ), જગદીશભાઇ (મહાદેવ કેન્વાસીંગ વાળા), રામજીભાઇ (રામનીવાસ એન્ડ કુ. વાળા ) તથા તપાસમાં મળી આવે તે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના પતિને આરોપી શરદભાઈ તથા સુરેશભાઈ પાસેથી લીધેલ જમીનના બધા રૂપીયા ચુકવી આપવા છતા જમીનનો દસ્તાવેજ ન કરી આપી વધુ એક કરોડની માંગણી કરી અને આરોપી ભરતભાઈ પાસેથી ઉચા વ્યાજે લીધેલ રૂપીયાની ચુકવણી કરી આપવા છતા ઉઘરાણી કરી આરોપી અનિલભાઈ અને ગજાનનભાઈ એમ બંન્ને વેપાર ધંધાના બાકી રૂપીયાની ઉઘરાણી કરવા ધમકી આપી હતી તો આરોપી સૌરભ તથા ગીરીશભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે તેઓ બન્ને તથા આરોપી ગજાનનભાઈ તથા ઘેટીદાદા એમ ચારેય આરોપીઓએ ધમકી આપી તો આરોપી જગદીશભાઇ તથા રામજીભાઈએ વેપાર ધંધાના બાકી રૂપીયા બાબતે ઉઘરાણી કરી તમામ આરોપીઓ ફરીયાદીના પતિને માનસીક ત્રાસ આપતા હોવાથી માનસીક દુખ ત્રાસથી કંટાળી ફરીયાદીના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેમનું મોત નિપજ્યું હતું.
જેથી મૃતકના પત્નીએ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ ૧૦૮,૫૪,૩૦૮(૨) તથા ધી ગુજરાત મનીલેંડર્સ એક્ટ ૨૦૧૧ ની કલમ૪૦,૪૨(ક) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

