HomeMorbiમોરબીમાં ઘોડાધ્રોઈ સિંચાઈ યોજના પૂર્ણ ભરાતાં એલર્ટ: નિચાણવાળા ૧૦ ગામોને નદીના પટમાં...

મોરબીમાં ઘોડાધ્રોઈ સિંચાઈ યોજના પૂર્ણ ભરાતાં એલર્ટ: નિચાણવાળા ૧૦ ગામોને નદીના પટમાં ન જવા ચેતવણી

મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલી ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં પાણીનું સ્તર FRL લેવલ મુજબ ૮૦.૧૦% સુધી પહોંચી ગયું છે. જળાશયમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીનેમ વહીવટી તંત્ર દ્વારા સિંચાઈ યોજનાના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોના લોકોને તકેદારીના પગલાં લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા માટે કડક ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

આ ચેતવણી અંતર્ગત મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રાપર તેમજ માળિયા(મીં) તાલુકાના સુલતાનપુર, માણબા અને ચિખલી ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલમાં જળાશયનું લેવલ ૯૭.૩૦ મીટર અને જીવંત ઊંડાઈ ૪.૧૭ મીટર નોંધાઈ છે. આ અંગે જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને સંબંધિત તમામ અધિકારીઓને યોગ્ય કાર્યવાહી અર્થે જાણ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular