HomeMorbiવાંકાનેરના રાતીદેવળીમાં ઉઘરાણી મુદ્દે ધમાલ! બે ભાઈઓ પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો
વાંકાનેરના રાતીદેવળીમાં ઉઘરાણી મુદ્દે ધમાલ! બે ભાઈઓ પર ચાર શખ્સોનો લાકડીથી હુમલો
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે પૈસાની ઉઘરાણી મામલે બોલાચાલી ઉગ્ર બનતા ચાર શખ્સોએ યુવક અને તેના ભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગાળો આપી માર મારવાના આક્ષેપ સાથે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતિદેવળી ગામે રહેતા અને મજુરી કામ કરતા ૩૫ વર્ષીય પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુ લાલજીભાઈ વોરાએ તેમના જ ગામના આરોપી બાવજીભાઈ ઉર્ફે કાળુભાઈ સીદાભાઈ વોરા, અમૃતભાઈ મેઘજીભાઈ વોરા, ઉપેન્દ્રભાઈ રવજીભાઈ વોરા, વિજયભાઈ પરસોતમભાઈ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી બાવજીભાઈ ફરીયાદી પાસે બાકીના રૂપીયા પાછા માગતા ફરીયાદીએ કહેલ હાલે તેની પાસે રૂપીયા ન હોવાનુ જણાવતા આરોપીને સારૂ નહીં લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને બેફામ ગાળો આપી તથા આરોપીઓએ પણ આ બાબતનો ખાર રાખી ફરીયાદીને તથા સાથી દલીપભાઈને બેફામ ગાળો આપી તથા લાકડી વતી શરીરે માર મારી શરીરે મુઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.