HomeMorbiમોરબીમાં તસ્કરોનો તરખાટ! વિસીપરામાં એકસાથે 6 ટ્રેક્ટરની બેટરી ચોરાઈ

મોરબીમાં તસ્કરોનો તરખાટ! વિસીપરામાં એકસાથે 6 ટ્રેક્ટરની બેટરી ચોરાઈ

મોરબીના વિસીપરા-વિજયનગર વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે ધડાધડ ચોરીને અંજામ આપ્યો. ખાલી જગ્યામાં પાર્ક કરેલા 6 ટ્રેક્ટરમાંથી એમરોન કંપનીની રૂ.42 હજારની બેટરીઓ ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિજયનગર શેરી નં -૦૧મા રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓના અલગ અલગ ટ્રેક્ટરોમાથી બેટરી નંગ -૦૬ કિંમત રૂપિયા ૪૨૦૦૦ નાં મુદ્દામાલ ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular