HomeMorbiવાંકાનેર પોલીસની મોટી સફળતા: દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર પોલીસની મોટી સફળતા: દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસે ડે-કોમ્બિંગ દરમિયાન ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. જીનપરા જકાતનાકા પાસેથી બાતમીના આધારે ઘનશ્યામ ઉર્ફે રાજુભાઈ હળવદીયા ઝડપાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રત્યનશીલ હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ડે કોમ્બીગ દરમ્યાન પોલીસે સંયુકત બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી ઘનશ્યામભાઇ રાજુભાઇ હળવદીયા જાતે દેવીપુજક (ઉવ.૩૦) રહે.આવાસ કવાર્ટર લીલપર રોડ, મોરબીવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular