HomeGujaratનવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં NCC ડેની રાષ્ટ્રભક્તિ સાથે ભવ્ય ઉજવણી  

નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં NCC ડેની રાષ્ટ્રભક્તિ સાથે ભવ્ય ઉજવણી  

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસમાં ‘NCC DAY’ રાષ્ટ્રીય ભાવના સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં કોલેજના NCC કેડેટ્સે પરેડ, ડ્રિલ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિનો અનોખો દાખલો પૂર્યો હતો.

સવારે કોલેજના પટાંગણમાં NCC કેડેટ્સ દ્વારા શિસ્તબદ્ધ અને દૃઢ પરેડ નું આયોજન થયું હતું. કેડેટ્સે એકસરખા પગલાં, તેજસ્વી મનોબળ સાથે સૌનું ધ્યાન ખેંચી લીધું.

“NCC માત્ર તાલીમ નથી, તે રાષ્ટ્ર માટે જીવવાની સન્માનસભર પ્રેરણા છે.

પરેડ બાદ કેડેટ્સ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને રાષ્ટ્રીય ક્રાંતિના પ્રતિક નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની સફાઈ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી. ડી. કાંજીયા સરની પ્રેરણાથી પ્રિન્સિપાલ સતીશ વોરા અને NCC ANO શીતલબેન કંઝારિયાના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular