HomeGujaratમોરબીમાં વધી રહેલા ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર એકશનમાં, મચ્છુ નદી પર લીલાપરથી...

મોરબીમાં વધી રહેલા ટ્રાફિકનું ભારણ ઘટાડવા તંત્ર એકશનમાં, મચ્છુ નદી પર લીલાપરથી ભડિયાદને જોડતો બ્રિજ બનશે

તાજેતરમાં જ મહાનગરની લિસ્ટમાં સામેલ થયેલા મોરબીમાં પણ ડોન પ્રતિદિન ટ્રાફિક વધી રહ્યો છે. રોજિંદો ટ્રાફિક અનેક અવરોધો નિર્માણ કરે છે ત્યારે વધી રહેલા ટ્રાફિકને અટકાવવો કે તે અંગે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી એ પણ તંત્ર માટે એક મોટો પડકાર છે. ત્યારે મોરબી શહેરમાં મચ્છુ નદીમાં વધુ એક બ્રીજ નિર્માણ કરવાની વર્ષો જૂની માંગણી પૂરી થવા જઈ રહી છે.

ટ્રાફિકનું સતત વધતું ભારણ ઘટાડવા લીલાપરથી ભડિયાદને જોડતા રોડ માટે મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ કરવા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર લીલાપરથી ભડિયાદને જોડતો મચ્છુ નદી પર બ્રીજ નિર્માણ કરવા તૈયારી તેજ બની છે. મ્યુનીસીપલ કમિશનર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શનમાં મહાનગર પાલિકા દ્વારા 3 156.67 કરોડના ખર્ચે 360 મીટર લાંબાની ફોર લેન કેબલ સ્ટેડ બ્રિજ નિર્માણ માટે ગુજરાત ફાઇનાન્શિયલ બોર્ડના ડીપીઆર તૈયાર કરીને મોકલ્યો હતો, જે બાબતે મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના પ્રયાસથી આ બ્રિજ નિર્માણ માટેના ડીપીઆરને મંજુરી આપવામાં આવી છે.

તો આ માટે આગામી દિવસોમાં બાકી જરૂરી પ્રકિયા હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular