HomeGujaratમોરબીના જુના નાગડાવાસ ગામેથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબીના જુના નાગડાવાસ ગામેથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે ખાતે આવેલ સરમારિયા દાદાના મંદિર પાસે આવેલ કરશનભાઈની ચાની દુકાન પાસેથી આધેડનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા રાજેશભાઈ હરીભાઇ લગધીરકા (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નાગડાવાસ ગામે ખાતે આવેલ સરમારિયા દાદાના મંદિર પાસે આવેલ કરશનભાઈની ચાની દુકાન પાસેથી ફરીયાદીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે- ૩૬-જે-૮૪૧૭વાળુ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular