મોરબી શહેરમાં એક તો લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીનો કાપ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
જેમા સુરજ બાગમાં બગીચાની કામગીરી પ્રગતિમાં હોવાથી, ગૌશાળા હેડવર્ક્સથી સુરજ બાગ હેડવર્ક્સની મેઈન લાઈન પર વાલ્વ સીટીંગની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે આ કામગીરીના કારણે આવતીકાલ તારીખ ૧૬/૧૨/૨૦૨૫ થી ૧૮/૧૨/૨૦૨૫ સુધી ત્રણ દિવસ પાણી વિતરણ બંધ રહેશે. જેથી પ્રભાવિત થનાર વિસ્તારોમાં માધાપર વિસ્તાર, સોમૈયા સોસાયટી, ભગવતી પરા, નવડેલા રોડ, નાસ્તા ગલી, પખાલી શેરી, ગેસ્ટ હાઉસ રોડ, નાગર પ્લોટ, વીસી પરા તેમજ દાણાપીઠ હેડવર્ક્સ, પંચાસર હેડવર્ક્સ, સૂરજ બાગ હેડવર્ક્સ, અને રણછોડ નગર હેડવર્ક્સ જેવા દરબાર ગઢ હેઠળ આવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ બંધ રહેશે.




